.
*પ્રત્યેક નાગરિકને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવું જોઈએ: ડી.જી.પી. વિકાસ સહાય*
રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યના પોલીસ વડા શ્વિકાસ સહાયે વડોદરામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું. શહેરના રાત્રિ બજાર સ્થિત એલ એન્ડ ટી સર્કલ ખાતેથી વિકાસ સહાયે વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.
આ અવસરે ડી. જી. પી. વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસના અધિકારીઓ અને સ્ટાફ લોકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરશે. તેમણે લોકોને ઘરે જઈને તિરંગો ફરકાવવા માટે આહ્વાન કરતા કહ્યું હતું કે, ઘરમાં ખાસ નાના બાળકોને આપણા તિરંગાના મહત્વ અને આદર વિશે જણાવવું જોઈએ. હર ઘર તિરંગા અભિયાનથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના પ્રબળ બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, તમામ નાયબ પોલીસ કમિશનર સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને લોકોને રાષ્ટ્રધ્વજ આપી ઘરે ફરકાવવા માટે અપીલ કરી હતી.
Reporter: